સુરત ઈદેમિલાદુન નબી કમિટી અને સુરત સીરાતુન નબી કમિટી
આગામી તા.16 મીના સોમવારના રોજ બદેખા ચકલા હજરત ખ્વાઝા દાના દરગાહ થી નીકળી રાજમાર્ગ થી નીકળનાર જુલુસ અનુવાર્યે સંજોગ અનુસાર રદ કરવામાં આવ્યો છે, તેમજ પોત પોતાના વિસ્તાર મા નાના જુલુસ સ્વરૂપે જેતે પરમીટ ના સથવારે ફરનાર છે.જયારે શહેર ના ઉન,,કોસાડ, લિંબાયત, ઉધના સહીત વિસ્તાર માંથી નીકળતો જુલુસ પોત પોતાના વિસ્તારમાં ફરી વહેલા સર પૂર્ણ કરશે, તેમજ રીફાઈ વાળા બડી ગાદી ના બાવાઓનું જુલુસ પણ એમના વિસ્તાર હોડી બંગલા, વરિયાળી બજાર ખાતે ફરી વહેલાસર એ પણ પૂર્ણ કરશે.ઉપરાંત શહેરના આઠવા,, સલાબતપુરા, લાલાગેટ, ચોક બજાર, મહિદરપુરા પોલીસ સ્ટેશન મા આવતા મુસ્લિમ વિસ્તાર ના જુલુસ તેમના વિસ્તારમાં જ ફરી વહેલાસર પૂર્ણ કરશે, તમામ નાના આકાર ના આ જુલુશ સવારે નીકળશે અને બપોર સુધીમાં પૂર્ણ થઇ જશે. કોઈ પણ જુલુસ રાજમાર્ગ પર આવશે નહિ. પરંતુ પોત પોતાના વિસ્તાર મા ફરીને પૂર્ણ કરનાર હોવાનું બંને કમિટી એ સં્યક્ત તા.12 ને રાત્રે એક મિટિંગ મા નક્કી કરિયું છે.જે આજરોજ઼ તા.13 સપ્ટેમ્બર ના સાંજે 18.00 સુધી મા એક પ્રેસ confrance ના માધ્યમ થી લોકો સુધી પહોંચાડવામાં આવનાર છે.