Gujarat

સુરતના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની કર્મનિષ્ઠતા કહેવી પડે, બાટલા ચઢતાં હતા તો પણ કરી રહ્યા હત

Share

સુરત: ખાખીના તમે અનેક રંગ જોયા હશે. ક્યાંક લોકોને મદદ કરતો તો ક્યાંક લોકો ઉપર દાદાગીરી કરતો તો ક્યાંક લોકોની વાત સાંભળી ન્યાય અપાવતો. સુરતમાં ખાખીનો એક અનોખો રંગ જોવા મળ્યો છે. પોતાના કામ અને જવાબદારી વચ્ચે પોતે બીમાર હોવા છતાં રજા લઈ ઘરે આરામ કરવાની જગ્યા પર એક બાજુ સારવાર ચાલી રહી છે તો બીજી બાજુ કામ કરતા આ પોલીસ ઇન્સ્પેક્ટર સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ મીનાબા ઝાલા છે.

પોલીસ હંમેશા ખાખી કપડામાં ફરતી જોવા મળે છે અને આ ખાખી કપડાવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે, ક્યાંક લોકો સાથે દુર વ્યવહાર કરે છે. તો ક્યાંક ગુનેગારો ખાખી કપડાને જોઈને ભાગતા હોય તેવા દ્રશ્ય પણ જોવા મળ્યા છે. ત્યારે સુરતમાં ખાખીનો આજે એક અનોખો રંગ જોવા મળ્યો હતો. ફરજ અને કાર્યમાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર થઈ સારવાર કરવા સાથે કામ કરતા જોવા મળ્યા છે. એક મહિલા અધિકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. લોકોની સેવા માટે મૂકેલી પોલીસ અનેક વખતે વિવાદોમાં આવી ચૂકી છે ત્યારે સુરતમાં એક પોલીસ કર્મચારીની કામગીરી જોઈને તમને પણ તેમને વંદન અને સલામ કરવાનું મન થશે.

સુરતના પોલીસ અધિકારીની કામગીરીને લઈને હાલ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. અધિકારી પોતાના કામ અને જવાબદારી પ્રત્યે એટલા વફાદાર છે કે પોતાની તબિયત સારી ન હોવા અને પોતાને થઈ રહેલી તકલીફને સહન કરી પોતાની ફરજ ઉપર હાજર છે. કારણ કે આજે ભગવાન ગણેશની સ્થાપનાનો દિવસ છે, ઠેર ઠેર ભગવાન ગણેશની સ્વાગત માટે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. અત્યારે શહેરમાં શાંતિ અને સલામતી રહે તે માટે આ અધિકારી પોતાની બીમારીમાં પણ મથકમાં જ સારવાર કરાવી રહ્યા છે અને સાથોસાથ કામ પણ કરતા જોવા મળી રહ્યા છે.

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલા બીમારી વચ્ચે પોતાની નૈતિક જવાબદારી સમજી રજા ન પાડી પોલીસ સ્ટેશનમાં હાજર રહી કામ તો કરી રહ્યા છે પણ કામ કરવા સાથે એક બાજુ પોતાની સારવાર પણ કરાવી રહ્યા છે. તેમને ગ્લુકોઝના બાટલા ચડાવી રહ્યા છે અને મેડિકલ ટીમ આવીને તેમનું ચેકઅપ પર તેમના પોલીસ સ્ટેશનમાં કરી રહી છે.

આવા દ્રશ્ય ગુજરાતમાં તમને ભાગ્યે જ જોવા મળશે. જો કોઈ અધિકારી બીમાર હોય તો રજા પર ઉતરી જાય છે અથવા તો આરામમાં હોય છે પણ અધિકારીને પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે જે કામ કરવા સાથે પોતાની સારવાર પણ કરાવીને સમાજને ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે કે પોલીસ લોકોની સેવા માટે, લોકોના કામ માટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *