DeshGujaratUncategorizedWhether

એક તરફી કાર્યવાહીમાં સીસીટીવી ફૂટેજના આધારે નિષ્પક્ષ તપાસ કરવા માગ!

Share

એક તરફી કાર્યવાહી કર્યા વિના કાયદા અનુસાર ગુનેગારોને વહેલી તકે સજા થાય અને નિર્દોષોને થયેલુ નુકશાન ભરપાઈ કરી ન્યાય તોળવા જમિયતે ઉલેમા એ હિંદનું કલેક્ટરને આવેદન પત્ર

સૈયદપુરામાં ગણેશમંડપ ઉપર થયેલા પત્થરમારા અને ત્યારબાદ થયેલી તોડફોડ અને આગચંપીના કિસ્સામાં પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે નિષ્પક્ષ તપાસ કરવા માટે જમિયતે ઉલેમા એ હિંદે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. એક તરફી કાર્યવાહી કર્યા વિના કાયદા અનુસાર ગુનેગારોને વહેલી તકે સજા થાય અને નિર્દોષોને થયેલુ નુકશાન ભરપાઈ કરી ન્યાય તોળવાની માગ કરી છે.

જમિયતે ઉલેમાએ હિંદે આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે, સુરત શહેરમાં સૈયદપુરા, વરયાવી બજાર વિસ્તારમાં રવિવારના દિવસે રાતે કેટલાક અસામાજીક અને તોફાની તત્વો દ્વારા ભડકાવવામાં આવેલી હિંસાને અમે સમસ્ત મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.સમાજમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે અને આવા પ્રકારની કટોકટીના સંજોગોમાં સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શહેરના નાગરિકો સુરક્ષિત રહે તે માટેની કામગીરી કરવી એ સુરત શહેર પોલીસ પ્રશાસનની નૈતિક ફરજ છે. અમે સુરત પોલીસની કામગીરીને અમે મહદંશે બિરદાવીએ છીએ. જયારે પણ અસામાજીક અને તોફાની તત્વો દ્વારા ગેરકાયદેસરના કૃત્યો આચરી કોમી તોફાનો અને હુલ્લડો કરવામાં આવે છે, તેવા સંજોગોમાં પોલીસ દ્વારા કૌમી વૈમનસ્ય ફેલાવનારા અને ઉશ્કેરણી કરનારા તથા તોફાની આતંક મચાવનારા તત્વો વિરુદ્ધ કોઈપણ જાતનો ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, રવિવારના દિવસે રાત્રે બનેલા બનાવમાં હિન્દુ-મુસ્લિમ બંને પક્ષો દ્વારા એકબીજા પર સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને અનેક નિર્દોષ લોકોની માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતું. તેના સ્પષ્ટ સીસીટીવી ફુટેજો ઉપલબ્ધ છે. તેમ છતાં પોલિટિકલ પ્રેશરમાં આવી ફકત અને ફકત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અડધી રાત્રિના સમયે પચ્ચીસ (૨૫) જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી લઈ ગયા છે. તેમાં ઘણા ખરા નિર્દોષો પણ ખોટી રીતે સંડોવાઈ ગયા છે અને તેમની વિરુધ્ધ ગુનો દાખલ કરી તેઓને આરોપી બનાવ્યા છે. તેઓ ચાલવા લાયક પણ રહ્યા ન હોય તેવા વિડીયો સોશીયલ મીડિયા અને ન્યુઝ ચેનલ મારફતે પ્રસારિત કરાવી જાણે ફકત મુસ્લિમ સમાજ જ કસુરવાર છે અને ગુનેગાર છે, તેવા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે સમસ્ત મુસ્લિમ સમાજ ખુબ જ દુઃખની લાગણી અનુભવે છે. સીસીટીવી ફુટેજ તપાસ્યા વિના અને પુરાવા વિના પચ્ચીસ (૨૫) જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી આરોપી બનાવવામાં આવ્યા તે બાબતે પણ સમસ્ત મુસ્લિમ સમાજ અત્યંત દુઃખની લાગણી અનુભવે છે.

આ બનાવમાં સામેલ દરેક અસામાજીક અને તોફાની તત્વો વિરુધ્ધ કોઈપણ જાતના ધાર્મિક ભેદભાવ વિના નિષ્પક્ષ રહી પોલીસ ધર્મ નિભાવવામાં આવે. સીસીટીવી ફુટેજના આધારે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી અને એક તરફી કાર્યવાહી નહીં કરાય અને કાયદા અનુસાર ગુનેગારોને વહેલી તકે સજા થાય અને નિર્દોષોને થયેલ નુકશાન ભરપાઈ કરી ન્યાય તોળવામાં આવે તેવી માંગણી કરીએ છીએ. તેવું આવેદનપત્રમાં જણાવ્યુ હતું.

ReplyForwardAdd reaction

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *