Desh

જમ્મુ કાશ્મીર ચૂંટણી માટે AAPએ 7 ઉમેદવારોની જાહેર કરી પહેલી યાદી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

Share

Jammu Kashmir Assembly Election 2024: ચૂંટણીની જાહેરાત સાથે જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટી (AAP) એ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં 7 બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

AAP નેતા સંદીપ પાઠક દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ફયાઝ અહેમદ સોફીને પુલવામાથી ટિકિટ આપવામાં આવી છે. તે જ સમયે, પાર્ટીએ મુદ્દસ્સીર હસનને રાજપોરાથી ઉમેદવાર બનાવ્યા છે.

આ સાથે દેવસરમાંથી શેખ ફિદા હુસૈનને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મોહસીન શફકત મીરને ડૂરુ વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી છે. વળી, ડોડાથી મેહરાજ દીન મલિક અને ડોડા પશ્ચિમથી યાસિર શફી મટ્ટોને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

તેમજ મુદસ્સીર અઝમત મીરને બેનિહાલથી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરની 90 સીટો પર ત્રણ તબક્કા (18, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર)માં મતદાન થશે. જ્યારે 4 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

એટલું જ નહીં, આમ આદમી પાર્ટીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. 40 પ્રચારકોની યાદીમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પત્ની સુનિતા કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, પાર્ટીના નેતા મનીષ સિસોદિયા, AAP મંત્રી આતિષી, સંજય સિંહ, ગોપાલ રાય, સાંસદ રાઘવ ચઢ્ઢા સહિતના ઘણા નામ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *