સિમ્ગા હાઇસ્કૂલના શિક્ષકની શ્રેષ્ઠ રાષ્ટ્રીયશિક્ષક એવોર્ડ માટેની પસંદગી
તા.૦૫-0૯-૨૦૨૪ એટલે કે “શિક્ષક દિન“ જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી ભારતરત્નથી સન્માનિત એવા શિક્ષકજીવ શ્રી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીને સમગ્ર ભારતમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.રાષ્ટ્ર નિર્માણ માં શિક્ષકની અગત્ય ભૂમિકા હોય છે. ત્યારે શિક્ષકને સમાજમાં સન્માન અને પ્રોત્સાહન મળે તે હેતુથી સામાજિક સંસ્થા “ એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ (AMP) ” એ ઉત્કૃષ્ઠ શિક્ષકો કે જે શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરે છે અને આવનાર યુવા પેઢી માટે રોલ-મોડલ અને માર્ગદર્શક તરીકે પોતાની સેવા આપે છે અને શિક્ષણના ક્ષેત્રમાં ‘ચેન્જ લીડરશિપ’નું પ્રદર્શન કરી રહ્યા છે. તે લોકોને બિરદાવવી એવોર્ડ આપવા માટે ૨૦૧૭માં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડની સ્થાપના કરી હતી.
આ વર્ષે પણ AMP દ્વારા શિક્ષણમાં શ્રેષ્ઠતા માટેનો ૮મો રાષ્ટ્રીય એવોર્ડ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજમાં શિક્ષણ પ્રત્યે શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ અમારી શાળા સિમ્ગા હાઇસ્કૂલ ઉર્દુ માધ્યમનાં સંનિષ્ઠ કલાશિક્ષક શ્રી કૈયુમ ઉસ્માનભાઈ ખલીફાને શિક્ષણ ક્ષેત્રે પ્રભાવશાળી શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ તારીખ ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૪ “શિક્ષકદિન” નાં રોજ રવિન્દ્રભવન, સરદાર વલ્લભભાઈ પટેલ પોલિટેકનીક, પ્રોફેસર્સ કોલોની, ભોપાલ (MP) મધ્યપ્રદેશ ખાતે સમગ્ર રાષ્ટ્રીય કક્ષામાં બેસ્ટ ટીચર તરીકેનો “નેશનલ એવોર્ડ ફોર એક્સ્લન્ટ એજ્યુકેશન” અર્પણ કરી સમ્માનિત કરાયા હતા.શાળા, સંસ્થા, સમાજ અને સમગ્ર સુરત જિલ્લાને ગૌરવ અપાવવા બદલ શાળાનાં ઇન.આચાર્યશ્રી યાકુબ શેખ, સંસ્થાના પ્રમુખશ્રી ડૉ.ઇકબાલ સૈયદ, સંસ્થાનાં સેક્રેટરીશ્રી મઝહરભાઈ નાતાલવાલા, તમામ ટ્રસ્ટીગણ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવી કલા શિક્ષક શ્રી કૈયુમ ખલીફાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.