એક પણ મુસ્લિમને છોડવામાં ન આવેઃ કાંતીબલર
સુરત શહેરના વરીયાળી બજાર વિસ્તારમાં ગણેશ પંડાળ પર નાના બાળકો દ્વારા અજુગતો મરાયેલ પથ્થરના કારણે બાળકો સહિત સાત જેટલા ઇસમોને પોલીસે અટક કરી પોલીસ સ્ટેશન લાલગેટ લઇ જવાને બદલે સૈયદપુરા પંપીગ પોલીસ ચોકીએ લઇ જતાં ત્યાં બને પક્ષે મામલો શાંત અને અશંત પૂર્ણ થઇગયો હતો, પરંતુ ધારાસભ્ય કાંતિ બલરએ માઇક ઉપરથી જાહેરમાં કહેલ કે કોઇપણ મુસ્લિમોને છોડવામાં નહી આવે તે બાબત બાજુમાં લઘુમતિ વિસ્તારના યુવાનોને રિતસરના ઉશ્કેરવામાં આવતા ત્યારબાદ બનાવને વૈગ વધુ મળી ગયો હતો.
ગતરોજ બનાવ પછી આજે સવારે મનપા અને શહેર પોલીસ બંદોબસ્ત હેઠળ સૈયદપુરા પોલીસ ચોકીની બાજુમાં આવેલ પતરાનો શેડ બનાવેલ તે ગેરકાયદેસર હોય તેનું બુલડોઝર દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યો હતો.
આ અંગે ઘટના સ્થળ પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર શહેરના વરીયાળી બજાર મેઇનરોડ ઉપર સ્થાપવામાં આવેલ ગણેશ પંડાળ પાસે ગતરોજ સાડા નવ વાગ્યાની આસપાસ રિક્ષામાંતી પસાર થતા બાળકો સહિતના સાત જેટલામાંથી કોઇએ પથ્થર ફેંકતા જેમાં પથ્થર પંડાળમાં રહેલ ઢોલને વાગ્યું હતું અને વાત ધાર્મિકની હોવાથી વાત નો વણસવર થઇ ગયાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક આ સાતે સાત જણાને ઝડપી પાડ્યા હતા, અને તમામને પોલીસ સ્ટેશન લાલગેટ લઇ જવાને બદલે સૈયદપુરા પોલીસ ચોકી ખાતે લઇ ગયા હતા, જ્યાં પોલીસએ કાર્યવાહી કરી બંને પક્ષે બનાવ અંશતઃ સંપૂર્ણ થઇ ગયો હતો, પરંતુ બહુમતિ પક્ષે સમગ્ર બનાવને ધાર્મિકનો રંગ આવતા આજુબાજુના વિસ્તારોમાંથી બહુમતિના લોકોના ટોળેટોળા સૈયદપુરા ચોકી પાસે ઉતરી આવ્યા હતા, જેમાં કેટલાક નેતાઓએ હાજર બહુમતિના ટોળા સમક્ષ લઘુમતિ બાબતે વાણી વિલાશ શરુ કર્યો હતો, જેમાં ધારાસભ્ય કાંતિ બલરએ ચોકીના ઓટલા ઉપર ઉભા રહી માઇકમાં જણાવેલ કે એક પણ મુસ્લિમને છોડવામાં ના આવે, અને હવે આવું ચલાવવાનો નથી જેવા સહિતના વાણી વિલાસ પછી વાત વધારે વણસી હતી, અને જમાં થયેલ બહુમતિના ટોળાએ ઉશ્કેરાઇ જઇ ત્યાં આજુબાજુ રહેલ લઘુમતિની અસંખ્ય ગાડીઓની તોડફોડ કરતાં બને પક્ષે સામસામે પથ્થરબાજી શરુ થઇ હતી, બહુમતિના ટોળા દ્વારા કતારગામ વિસ્તારમાં ઉભેલ ગાડીઓને આગ પણ ચાંપી દેતા આ બનાવ ખુબ જ વણસી હોવાથી પોલીસ કમિશ્નર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓએ ટોળા વિરુધ્ધ હડલો લાઠીચાર્જ કરી, આસુગેસના રોલ પરિસ્થિતિને મોડી રાત્રીએ સંપૂર્ણ કાબુમાં લીધા બાદ લઘુમતિ વિસ્તારમાં કોિંમ્બિંગ કરી કુલ ર૭ જેટલા લઘુમતિઓની ધરપકડ કરી હતી. જ્યારે આજરોજ સૈયદપુરા પંપીગ પોલીસ ચોકીની આજુબાજુમાં આવેલ નાસ્તા ચાહની લારી ચલાવતા લોકો દ્વારા પતરાના શેડ બનાવી ધંધો રોજગાર કરતા ઇસમોના આજગ્યા અને પત્થર સહિતના મામ-સામાનનો પોલીસ બંદોબસ્ત હેઠળ એસએમસી દ્વારા બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો.
જ્યારે ઉપરોક્ત બનાવ સંદર્ભે શહેર પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોતએ જણાવેલ કે આ બાબતે ત્રણ જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને જે ટોળા દ્વારા ગાડીઓને આગ લગાડવામાં આવી છે, તે બાબતે સીસીટીવી જાેઇ ડીવીઆર મેળવી આવા તત્વો વિરુધ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવસે જેની તપાસ હાલ કાર્યરત હોવાનું જણાવ્યું હતું.
જ્યારે ઉપરોક્ત બનાવ પછી સૈયદપુરા લઘુમતિ વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે, અને વિસ્તાર મોટાબાગે ખાલીખમ હોવાથી હાલ પુરતા કોઇ કંઇ કહેવા તૈયાર ના હોવાનું જાણવા મળે છે.