No drugs in Surat
એક તરફ સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા નો ડ્રગ ઈન સુરત ઝુંબેશ ચાલી રહી છે તો બીજી તરફ સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન હદ વિસ્તરણમાં આવેલ બડેખા ચકલા ઢીંગલી ફાડ્યા લક્ષ્મી ચેમ્બર ની પાસે ખુલ્લેઆમ બેસી ને દારૂ ગાંજો પીવે અને M D વેચાઈ રહ્યું છે? તેમ છતાં પોલીસ દ્વારા આ વિસતારમાં છેલ્લા ઘણા સમયથી કોઈ કાર્યવાહી થઈ નથી ? અઠવા પોલીસ સ્ટેશનની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે ? આ વિસ્તારની આજુબાજુમાં અનેક લોકો રહે છે અને ખાસ વાત એ છે કે નજીક માં અહી ધાર્મિક સ્થળ પણ છે અસામાજિક તત્વો ના જમાવડા થી. રાત હોય કે દિવસ, અહીં ભારે ભીડ ભેગી થાય છે આ લોકો કોણ છે અને કયા થી લાવી ને પીવે છે તેની તપાસ થવી જોઈએ,પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી છે સ્થાનિક લોકો પણ આ સમસ્યાને લઈને ઘણા મહિનાઓથી પરેશાન છે પરંતુ અસામાજિક તત્વોના ડરથી કોઈ અવાજ ઉઠાવતું નથી ?