Surat ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં, કબૂતરોના જમાવડાથી મુસાફરો હેરાન
ડાયમંડ નગરી સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કબૂતરોનો જમાવડો જોવા મળ્યો છે. એરપોર્ટ પર કબૂતરોના જમાવડાનો વીડિયો વાયરલ થયો છે.
સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલનું ટેગ મળ્યા પછી પણ સુવિધાના નામે મીડું
એરપોર્ટ પર કબૂતરોના જમાવડાના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, ટર્મિનલ બિલ્ડિંગમાં પક્ષીઓની સંખ્યામાં વધારો જોઈ શકાય છે.
જો કે આ દ્રશ્યો જોયા બાદ સુરત એરપોર્ટના તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં અમદાવાદ એરપોર્ટ બાદ સૌથી વધુ બર્ડ હિટની ઘટનાઓ સુરત એરપોર્ટ પર જોવા મળી રહી છે. ત્યારે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલનું ટેગ મળ્યા પછી પણ સુવિધાના નામે મીડું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઘણી વખત વિવાદમાં આવી ચૂક્યુ છે.