Gujarat

સુરતના ગેમઝોન સંચાલકે હાઈકોર્ટને બાંહેધરી આપતા સીલ ખોલવા આદેશ

Share

ગેમઝોનની પ્રવૃત્તિ માટે જાહેર થયેલા નવા રૃલ્સ મુજબ જરૃરી લાયસન્સ મેળવવા એનઓસી તથા ઈન્સ્પેકશન માટે પ્રિમાઈસીસના સીલ ખોલવા દેવા તથા ગેમઝોન લાયસન્સ મેળવ્યા વિના ઓપરેટ નહી કરવા સુરતના ગેમઝોને બાંહેધરી આપતા હાઈકોર્ટ જસ્ટીસ સંગીતા કે.વિશેને સુરત કોર્પોરેશનને ગેમઝોન સંચાલકને લાયસસન્સ મેળવવાની કાર્યવાહી માટે પ્રિમાઈસીસના સીલ ખોલવા નિર્દેશ આપ્યો છે.

ગઈ તા.25મી મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડના પરગે સુરત મ્યુ.કોર્પોરેશન તંત્ર દ્વારા તા.26મી મેના રોજ ડુમસ રોડ સ્થિત લેટ્સ જમ્પ ટ્રમ્પોલીન એન્ડ એડવેન્ચર પ્રા.લિ.ના વુપ ડોમ ગેમીંગ ઝોન સહિત અંદાજે કુલ 21 જેટલા ગેમઝોનને પણ ડીસ્ક્લોઝર નોટીસ આપીને પ્રિમાઈસીસ સીલ કરવામાં આવી હતી. જેથી ડીસ્ક્લોઝર નોટીસ તથા સીલીંગની કાર્યવાહીની કાયદેસરતાને ગેમઝોનના ફરિયાદી સંચાલક રજત મહેન્દ્રુએ સુરતના કાઉન્સેલ અમિત ઠક્કર મારફતે હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરીને પડકારવામાં આવી હતી.ત્યારબાદ ગેમીંગઝોન માટે નવા રૃલ્સ-2024 જાહેર થયા હતા.જેથી ેવુપ ડોમ ગેમીંગ ઝોનના સંચાલકે નવા રૃલ્સ મુજબ લાયસન્સની મેળવવાની કાર્યવાહી કરવા,સંબંધિત ઓથોરીટી પાસેથી એનઓસી મેળવી ઈન્સ્પકેશન માટેે પ્રિમાઈસીસના સીલ ખોલવા દેવા માટે માંગ કરી હતી.જે અંગે હાઈકોર્ટે પીટીશનર પાસેથી લેખિત બાંહેધરી માંગી હતી કે જ્યાં સુધી રૃલ્સ 2024 મુજબ જરૃરી લાયસન્સ મેળવી સ્થળ પર ન રાખવામાં આવે ત્યાં સુધી ગેમઝોન ઓપરેટ કરશે નહીં.જે અંગે લેખિત બાંહેધરી આપતા ગુજરાત હાઈકોર્ટે પ્રતિવાદી સુરત મ્યુ.કોર્પોરેશનને જરૃરી લાયસન્સ મેળવવાની કાર્યવાહી પુરતા ગેમીંગ ઝોનની પ્રિમાઈસીસના સીલ ખોલવા નિર્દેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *