સુરતમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ કોમ્બિંગ કરાયું
Surat News: સુરત શહેરમાં (Surat City) કાયદો વ્યવસ્થા (Law & Order) જળવાય રહે તેવા હેતુસર સુરત પોલીસ એક્શનમાં આવી છે. સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસ દ્વારા અલગ-અલગ ઝોનની અંદર સમયાંતરે કોમ્બિંગ (Combing) શરુ કરવામાં આવ્યું છે. તેવામાં લોકોમાં ભય ફેલાવતા એવા ગુજસીટોકના (GUJCITOC) આરોપી ઓને સાથે લઇ તેમનાજ વિસ્તારની અંદર કોમ્બીંગ કરવામાં આવ્યું હતું.
સુરત પોલીસ દ્વારા મોડી રાતે ડિંડોલી વિસ્તાર સહિત વિવિધ વિસ્તારમાં કોમ્બીંગ કરાયું હતું. ડિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુજસીટોકના આરોપીઓના ઘર અને વિસ્તારોમાં કોમ્બીંગ કર્યું હતું.
સુરત પોલીસ દ્વારા મોડીરાત સુધી કોમ્બિંગની પ્રક્રિયા ચાલી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં પણ સુરક્ષાને લઈને વિશ્વાસ મજબૂત બન્યો હતો. અસામાજિક તત્ત્વો કેટલાક રીઢા ગુનેગાર કે પછી આવા ગુજસીટોકના આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બની ગયા છે ,આવા આરોપીઓ દ્વારા લોકોને ડરવવાના સાથે તેમનો ગેરલાભ ઉઠાવતા હોવાની અનેક ફરિયાદો ભૂતકાળમાં પણ જાણવા મળી છે જેથી હાલ સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સુરતની ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસે કોમ્બીંગ કર્યું હતું.
સુરત પોલીસ દ્વારા માથાભારે ઇસમોને શિક્ષા આપવા તેમને સબક શિખવાડવા અને ગુનાખોરી ડામવા શસ્ત્ર બનાવ્યું છે. કારણ કે રાજ્યના મોટાભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે ‘ગુજસીટોક’ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને હાલ સુરતમાં વધતા ક્રાઈમ રેટને ઘટાડવા પોતાની છબી સુધારવા સુરત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે.