Gujarat

વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારોની વ્હારે આવી સુરતની ફાયર ટીમ

Share

વડોદરા: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદથી વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. વડોદરામાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા અનરાધાર વરસાદ અને પુરને કારણે વડોદરા શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગતરોજ તા.28મીના રાત્રે વડોદરા શહેર ખાતેના અંકોટા પુરગ્રસ્ત વિસ્તારમાં ફાયરના અધિકારી ઈશ્વર પટેલના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગની ત્રણ રેસ્ક્યુ ટીમ મદદ કરવા પહોંચી હતી.

વડોદરા ખાતે આવેલા વિશ્વામિત્રી નદીના પૂરની પરિસ્થિતિમાં લોકોને બચાવવા અને મદદ કરવા માટે સુરત ફાયર વિભાગની ટીમ સુરતથી નીકળ્યા બાદ વડોદરા ખાતે પહોંચી હતી. તેમની સાથે પાણીમાં કામ કરવાની ખાસ તાલીમ મેળવેલા અધિકારી અને કર્મચારીઓ દ્વારા વડોદરાના અકોટા વિસ્તારની સામ્રાજ્ય વિભાગ-1માં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા. જ્યાં નદીના પાણીમાં ભારે વ્હેણને કારણે એક ઘરમાં 4 દિવસથી 2 મહિલા અને એક પુરૂષ સાથે બે બાળકીઓ ફસાયેલા હોવાની જાણ સુરત ફાયર વિભાગને થઈ હતી. જેથી મધ્યરાત્રીએ ત્રણ કલાકે સુરત ફાયર વિભાગની ટીમે તેમનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

વડોદરાના અકોટા અતિથિ ગૃહ પાસે વડોદરા મહાનગરપાલિકાના ડે.મ્યુ. કમિશ્નર અર્પિતાબેનના સંપર્કમાં રહી તેમના જણાવ્યા મુજબ અકોટા અતિથિ ગૃહથી ફુડ પેકેટ લઈ માંજલપુર, નિર્માણ વિહાર ફ્લેટ, વિશ્વામિત્રી ટાઉનશીપ, પ્રમુખસ્વામી કુટીર, વિશ્વામિત્રી ટાઉનશીપ વિસ્તારમાં 450થી વધુ ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ અધિકારી અને કર્મચારીઓ લાંબા સમય સુધી પાણીમાં રહી રેસ ટુ કરવાની કામગીરી માટે ખાસ ટ્રેનિંગ પણ લીધી છે જોકે સુરત ફાયર ની ટીમ જરૂર પડે ત્યાં ગુજરાતના અલગ અલગ શેરોમાં બચાવ કામગીરી માટે જાણીતી છે અને આપવી પરિસ્થિતિમાં કામ કરવા માટે સરકાર દ્વારા તેમને મોકલવામાં આવે છે ત્યારે કહી શકાય સુરત ફાયર વિભાગની ટીમ ખૂબ જ સુંદર અને એક પછી એક રિસ્ક ઓપરેશન કરી લોકોને મદદ કરવાનું કામ કરી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *