Gujarat

Surat News: આપ કૉર્પોરેટરની ધરપકડ, સુરતમાં પાર્કિંગ કૉન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ, ACBએ ઝડપ્યો

Share

Surat Crime News: સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાના આપ કૉર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. સુરત એસીબીએ લાંચ કેસમાં સુરતના કૉર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે. આપ નેતાની ધરપકડ બાદ સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે, ભાજપ અને આપ આ બાબતે આમને સામને આવી ગયા છે.

માહિતી પ્રમાણે, સુરતમાં લાંચ અને રુશ્વત કેસમાં આપ નેતા વિપુલ સુહાગીયાની એસીબી ટીમે ધરપકડ કરી છે.

વાત એમ છે કે, સુરત શહેરમાં પૂર્ણા વિસ્તારમાં એસએમસીનું પાર્કિંગ પ્લૉટ આવેલો છે, અહીં આપ નેતા અને આપ કૉર્પોરેટર વિપુલ સુહાગીયાએ કૉન્ટ્રાક્ટર પાસેથી લાંચ માંગી હતી, આ વાત બહાર આવતા એસીબીએ વિપુલ સુહાગીયા વિરૂદ્ધ લાંચનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલે હવે સુરત એસીબીની ટીમે વિપુલ સુહાગીયાની લાંચ કેસમાં ધરપકડ કરી લીધી છે.

કરાર આધારિત નોકરી માટે 45 હજારની લાંચ માંગી, ACBની ટીમે છટકુ ગોઠવી રંગેહાથ ઝડપ્યા

પાલનપુરના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી અને નારી સંરક્ષણ કેન્દ્રની કરાર આધારિત મહિલા મેનેજર લાંચ લેતા ઝડપાયા છે. ACB દ્વારા તેમને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે. પાલનપુર ACBની ટીમે 45,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી નરેશ મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રના કરાર આધારિત મહિલા મેનેજર આશાબેન નાયક લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આરોપીઓએ અરજદારના પતિને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે કરાર આધારિત નોકરી રાખવા માટે ત્રણ મહિનાનો પગાર 45 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ પાલનપુર ACBનો સંપર્ક કરતા ACBની ટીમે બંને આરોપીઓને 45,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *