કુખ્યાત વ્યાજખોર દિલીપ બોધરા પાસા હેઠળ જેલ ભેગો
સુરત નવસર્જન ટ્રસ્ટની રજૂઆતને પગલે સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આઠ થી FIR દાખલ કરાયા બાદ પીસાચ વ્યાજ માફિયા દિલીપ બોધરાને પાસા હેઠળ જેલ ભેગો*.22% થી વધુ વ્યાજ વસૂલીને પણ છેલ્લા 5 થી 7હજાર રૂપિયા બાકી હોય ત્યારે પૈસા લેતા સમયે કોરા લીધેલા ચેકો મા 4 થી 5 લાખ રૂપિયાના રકમ ફરી તેને બાઉન્સ કરાવી ફરિયાદ કરતો.સુરત શહેરમાં મોટા પ્રમાણમાં લોકોને તેને પોતાનો શિકાર બનાવ્યા.*વ્યાજ માફીયા વિરુદ્ધ ની સુરત પોલીસ કમિશનરની કામગીરીને દિલથી સલામ*સુરત પોલીસ કમિશ્નર દ્વારા વ્યાજ માફીયાઓ વિરુદ્ધના લોકહિતના આ સુવર્ણ કાર્યમાં સુરત નવસર્જન ટ્રસ્ટ દ્વારા પણ વ્યાજ માફીયાઓનો ભોગ બનનારાઓને કાયદાકીય કાનૂની નિશુલ્ક મદદ કરવામાં આવી રહી છે અને મદદ કરાશે..આ રજૂઆતમાં સુરત નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ યુસુફ પઠાણ તેમજ અયુબ બી શેખ વિગેરે હાજર રહ્યા હતા.