ભારતીય અર્થવ્યવસ્થાને લાગી બ્રેક! GDC ગ્રોથમાં ઘટાડો, છેલ્લા 15 મહિનામાં સૌથી નીચો
RBIએ નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી વૃદ્ધિ 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આરબીઆઈએ એમપીસીની બેઠક બાદ કહ્યું હતું કે એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 7.1 ટકા રહેશે.
ભારતના જીડીપી વૃદ્ધિ દરમાં થોડી મંદી આવી છે. જૂન ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર છેલ્લા 5 ક્વાર્ટરમાં સૌથી નીચો રહ્યો છે. એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિ દર 6.7% નોંધવામાં આવ્યો છે.
ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 8.2 ટકા હતો.
રિયલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 6.7% વધવાનો અંદાજ છે, જ્યારે નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તે 8.2% વધવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નામમાત્ર સફલ ઘરેલુ ઉત્પાનમાં 9.7%ની વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેમાં 8.5%ની વૃદ્ધિ જોવા મળી છે. રિયલ GVA નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ક્વાર્ટરમાં 6.8% વધ્યો છે, જે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 8.3% હતો.
MoSPI ડેટા અનુસાર ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિ દર ઘટીને 6.7% થયો છે. અર્થશાસ્ત્રીઓને અપેક્ષા હતી કે લોકસભાની ચૂંટણી પછી સરકારી ખર્ચમાં મંદીને કારણે ભારતીય અર્થતંત્રનો વિકાસ ધીમો પડશે. નિષ્ણાતો કહે છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાનો ટેગ જાળવી રાખશે.
કયા ક્ષેત્રોમાં ઘટાડો અને ક્યાં વધારો ?
ભારતના સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રો ગણાતા કૃષિ અને ખાણ ક્ષેત્રોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ એપ્રિલ-જૂન 2025 વચ્ચે ઘટીને 2 ટકા થઈ ગઈ છે, જ્યારે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તે 3.7 ટકા હતી. ઇલેક્ટ્રિસિટી સેક્ટરની વૃદ્ધિ જૂન ક્વાર્ટરમાં 10.4 ટકા રહી છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 3.2 ટકા હતી. આ પછી માઇનિંગ, મેન્યુફેક્ચરિંગ, પબ્લિક એડમિન અને સર્વિસ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે.
આરબીઆઈનો જીડીપી વૃદ્ધિ અંદાજ શું હતો?
દેશની કેન્દ્રીય બેંક, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પણ નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી વૃદ્ધિ 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આરબીઆઈએ એમપીસીની બેઠક બાદ કહ્યું હતું કે એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 7.1 ટકા રહેશે. જોકે તે ઘટીને 6.7 ટકા થઈ ગયો છે. જ્યારે Q2 માટે GDP વૃદ્ધિનો અંદાજ 7.2 ટકા, Q3 માટે 7.3 ટકા અને Q4 માટે 7.2 ટકા રાખવામાં આવ્યો છે.
SBI જીડીપી ગ્રોથ અંદાજ
એસબીઆઈ રિસર્ચએ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.1% જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. SBI રિસર્ચ અનુસાર એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિક ગાળા માટે ભારતની અર્થવ્યવસ્થા વૃદ્ધિ 7.0-7.1 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ હતો, જે ઘટીને 6.7 ટકા થઈ ગયો.
મૂડીઝે શુ લગાવ્યુ હતુ અનુમાન ?
એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટરના જીડીપી ડેટા પહેલા મૂડીઝે ભારત માટે તેના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં સુધારો કર્યો હતો. મૂડીઝ રેટિંગ્સ અનુસાર ભારતનો જીડીપી કેલેન્ડર વર્ષ 2024માં 7.2% અને કેલેન્ડર વર્ષ 2025માં 6.6%ના દરે વધવાની ધારણા છે. રેટિંગ એજન્સી ભારતીય અર્થતંત્ર માટે મજબૂત વ્યાપક-આધારિત વૃદ્ધિ જુએ છે. FY25 માટે ભારતની વાસ્તવિક GDP વૃદ્ધિ 7% અને 7.2% ની વચ્ચે રહેશે.