સુરત: પત્નીને શાકભાજી ન લેવા જવાનું પડ્યું ભારે, પતિએ કરી નાંખી હત્યા
સુરત: શહેરના ઉધના વિસ્તારમાં ગતરોજ એક હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં એક મહિલાના પેટમાં છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. જે સંદર્ભે જેણે આ હત્યા કરી હતી તેણે ઉધના પોલીસ સ્ટેશન ખાતે જઈ સમગ્ર બનાવવાની હકીકત જણાવી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. શરૂઆતમાં ઉધના પોલીસે વિશ્વાસ ન કર્યો પરંતુ આ વ્યક્તિને ખરેખર સાચી હકીકત શુ છે તેમ જણાવવાનું કહેતા તેને ફરીથી આજ કહ્યું ત્યારે પોલીસ ખાતરી કરવા માટે જે જગ્યાનું વર્ણન આ યુવક વ્યક્તિગત દ્વારા કરવામાં આવતું હતું ત્યાં ગઈ અને ત્યાં જઈને જોયું તો ખરેખર એક યુવતીની હત્યા કરી દેવામાં આવી હતી.
જે રીતની આ ઘટના સામે આવી છે તેને જોઈ લોકો અચરજ પામી ગયા છે. કારણ કે, જ્યારે પણ કોઈ હત્યા કરે ત્યારે હત્યા કરીને ફરાર થઈ જતા હોય છે. પરંતુ આ કેસમાં તો હત્યા કરનાર વ્યક્તિ પોતે પોલીસ સ્ટેશનમાં જઈને આત્મસમર્પણ કરી લેતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસ દ્વારા આ વ્યક્તિ જે જગ્યા અને જે મહિલાનો ઉલ્લેખ કરી રહ્યો હતો તેની ખરાઈ કરવા માટે પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે પોલીસની પણ આંખો ખોલીને ખુલી રહી ગઈ પોલીસે ત્યાં જઈને જોયું તો ખરેખર એ જીવતી લોહી લુહાણ હાલતમાં ત્યાં પડી હતી.
તેના શરીરમાં કોઈ હલનચલન ન હતું જેથી તાત્કાલિક ધોરણે પોલીસે મેડિકલ ટીમને જાણ કરી હતી મેડિકલ ટીમ ત્યાં આવી તપાસ કરતા જણાવ્યું હતું કે, આ યુવતીના પેટમાં પ્રતિક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. જેના કારણે આ યુવતીનું મોત નીપજ્યું છે. જેના અનુસંધાને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ મળતી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યું અને ફરી પોલીસ સ્ટેશન ખાતે આવી યુવકની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ સ્ટેશનમાં આત્મ સમર્પણ કરનાર યુવકે પોતાનું નામ અક્લેશ ભુરીયા જણાવ્યું હતું. જે નજીકના જ નિર્માણાધીન સાઇટ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે ગતરોજ પત્ની સાથે તેને જમવાનું બનાવવા માટે ઝઘડો થયો હતો અને પત્નીને શાકભાજી લાવવાનું કહેતા પત્નીએ ના પાડી ત્યારે ઉશ્કેરાઈ જઈને અક્લેશે નજીકમાં જ પડેલી શાકભાજી કાપવાની છરી લઈ પત્ની ઉપર તૂટી પડ્યો હતો. પતિ એટલી હદે ગુસ્સો આવ્યો કે, તેને પત્નીના પેટમાં સાત જેટલા ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે પત્ની કાલીબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ આ બનાવને સંદર્ભે ઉધના પોલીસ દ્વારા અક્લેશની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.