Gujarat

પાર્લર માલિકની સગીર પુત્રી ઉપર દુષ્કર્મના ગુનામાં કર્મચારીને ૨૦ વર્ષની સખત કેદની સજા

Share

સુરત કોર્ટે કાપોદ્રામાં પાર્લર માલિકની 16 વર્ષીય પુત્રીને લગ્નની લાલચે કારમાં અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મના આચરનાર પાર્લરના 36 વર્ષના કર્મચારીને કોર્ટ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે સજા ઉપરાંત રૂ. 10,000નો દંડ પણ ફટકાર્યો હતો.

આ કેસની વિગત એવી હતી કે, કાપોદ્રા વિસ્તારમાં રહેતો ૩૬ વર્ષીય હસમુખ હીરા લીંબાણી સ્થાનિક વિસ્તારમાં આવેલા એક પાર્લરમા નોકરી કરતો હતો.

પાર્લર માલિકની દીકરી પણ પાર્લરમાં આવતી હતી. ત્યારે હસમુખ લીંબાણીએ માલિકની 16 વર્ષની સગીર દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. માલિકના પરિવાર સાથે પણ ઘરોબો કેળવી હસમુખ તેમની સાથે ફરવા પણ જતો હતો. વર્ષ 2020 માં હસમુખે કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જવાનો પ્લાન બનાવ્યો હતો. પાર્લર ઉપરથી જ કિશોરીને લગ્નની લાલચ આપી પોતાની કારમાં બેસાડી રાજકોટ બહેનના ઘરે લઈ ગયો હતો. હસમુખે લગ્નની લાલચ આપી તેણીની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. આ અંગે કિશોરીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે આરોપી હસમુખ સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો એકટ હેથળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

સુરત કોર્ટમાં સુનાવણી દરમિયાન આ કેસમાં સરકારી વકીલ તરફે સંતોષ ગોહિલે દલીલો કરી હતી. કોર્ટે પુરાવા, દલીલો અને સાક્ષીની જુબાનીને ધ્યાને લઈને હસમુખ લિંબાણીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. કોર્ટે સજા ઉપરાંત દસ હજાર રૂપિયા દંડ પણ ફટકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *