સુરત નવી સિવિલ હોસ્પિટલમાં MBBS ઇન્ટનશિપ કરતા 25 વર્ષીય તબીબે કર્યો આપઘાત, જાણો કારણ
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક તબીબે આપઘાત કરી લેતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સિવિલ હોસ્પિટલમાં MBBS ઇન્ટનશિપ કરતા 25 વર્ષીય તબીબે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. ત્યારે આ મામલે સુરત(Surat New Civil News) પોલીસ દ્વારા તપાસ હાથમાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં MBBS ઇન્ટનશિપ કરતા એક યુવકે આપઘાત કરી લેતા શહેરોમાં હડકંપ મચી ગયો હતો.
માહિતી અનુસાર 25 વર્ષીય યુવકનું નામ રાહુલ ચંદાની હતું. અને રાહુલે કોઈ કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો.
રાહુલ ચંદાની સુરતનાં અડાજણ વિસ્તારમાં આવેલા સાંઈ જ્યોત રો-હાઉસમાં રહેતો હતો. અને રાહુલે તેના ઘરે જ જીવન ટૂંકાવ્યું હતું. જો કે, તબીબે કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.