Gujarat

Surat: તેરા તુજકો અર્પણ કામરેજ પોલીસ દ્વારા 29.43 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો

Share

સુરતમાં કામરેજ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 29.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સુરતના કામરેજ પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓના ભેદ ઉકેલી પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો અને આ મુદ્દામાલ તેઓના મૂળ માલિકને ઝડપથી પરત મળે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કામરેજ પોલીસ દ્વારા દાખલ થયેલા અલગ અલગ ગુનાઓ તથા અન્ય કામે કબ્જે કરેલા કુલ 29,43,567 રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ સુરત જિલ્લામાં પલસાણા પોલીસ દ્વારા પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 21.28 લાખનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તેઓના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *