Desh

મોદીએ જેનું ઉદ્ધાટન કર્યું હતું તે શિવાજીની મૂર્તિ આઠ મહિનાની અંદર જ તૂટી પડી

Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ મહિના પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લામાં જે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું લોકાર્પણ કર્યું હતું એ તૂટી પડતા વિવાદ સર્જાયો છે.

4 ડિસેમ્બર 2023ના રોજ ‘નેવી ડે’ના અવસરે નરેન્દ્ર મોદીએ આ મૂર્તિનું લોકાર્પણ કર્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે ભારતીય નેવીએ આ પ્રતિમા બનાવી હતી.

પવનના કારણે તે પડી ગઈ. તેમણે વધુમાં જણાવ્યું કે શક્ય તેટલી વહેલી તકે નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

નેવી ડે નિમિત્તે ‘બહાદુરીને સલામ’ના પ્રતિક તરીકે આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. આ મૂર્તિ તૂટી પડવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

ઘટના બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ધારાસભ્ય વૈભવ નાઈકે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે.

તેમણે આ ઘટનાની તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે મૂર્તિ પડી જવાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

જયંત પાટીલે જણાવ્યું કે, “આ ઘટના ખૂબ જ ગંભીર છે. મહારાજની મૂર્તિ સ્થાપિત કરતી વખતે સાવચેતી રાખવામાં આવી ન હતી. આ સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે જ મૂર્તિ સ્થાપિત કરવા માંગતી

હતી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *