Surat: અડાજણમાં વૃદ્ધાને મારમારી તેના મંગળસુત્રની લૂંટ, 2 મહિના બાદ બે આરોપીઓ પોલીસ સકંજામાં
Surat: શહેરના અડાજણ વિસ્તારમાં વૃદ્ધ મહિલાને મારમારીને તેમના મંગળસુત્રની લૂંટ કરવાના ગુનામાં બે મહિનાથી નાસતા ફરતા બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મહિધરપુરા વિસ્તારમાં આવેલા સળિયા માર્કેટ પાસે જાહેરમાંથી આરોપી ગુલામ મુસ્તુફા આહમદભાઈ ભઠીયારા અને મહમદ શાકીર ગુલામશાબીર ભઠીયારાને ઝડપી પાડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, બંને આરોપીઓએ સહ આરોપી જયેશ ગુર્જર અને ભદ્રેશ કહાર સાથે મળીને ગત 2-6-2024ના રોજ અડાજણ SMC આવાસ પાસે ગલ્લો ચલાવતા એક વૃદ્ધ મહિલાને છાતીના ભાગે હથોડી મારી તેમના ગલ્લામાં તોડફોડ કરી હતી. જે આ વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાના મંગળસૂત્રની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.
આ બાબતે અડાજણ પોલીસ મથકમાં લૂંટનો ગુનો નોંધાયો હતો. આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે